પાન કાર્ડ એક એવું કાર્ડ છે જેની પર લખેલા કોડમાં વ્યક્તિની આખી કુંડળી છુપાયેલી હોય છે. પરંતુ, શું તમે કયારેય એવું વિચાર્યું છે કે છેવટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબરમાં એવું શું છુપાયેલું છે જે આપના અને આવકવેરા વિભાગ માટે જરૂરી છે. તો આવો આપને પાન કાર્ડ નંબર સાથે સંકળાયેલી સંપૂર્ણ જાણકારી આપીએ. અમે બતાવીશું કે પાન કાર્ડ પર છપાયેલા નંબરનો અર્થ શું હોય છે.
પાન કાર્ડ પર કાર્ડધારકનું નામ અને ડેટ ઓફ બર્થ લખેલો હોય છે. પરંતુ પાન કાર્ડ નંબરમાં આપની અટક પણ હોય છે. પાન કાર્ડનો પાંચમો ડિજિટ આપની અટક દર્શાવે છે. આઇટી વિભાગ કાર્ડધારકની સરનેમને જ માને છે. જેથી નંબરમાં પણ તેની જાણકારી હોય છે. પરંતુ, ટેક્સ ડિપાર્ટમેન્ટ આ વાત કાર્ડધારકને નથી બતાવતા તેમાં તેમની આખી કુંડળી છુપાયેલી છે.
આવો જાણીએ પાન કાર્ડમાં છપાયેલા દરેક નંબરનો શું હોય છે અર્થ
10 ડિજિટનો ખાસ નંબર
પાન કાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે, જે લેમિનેટેડ કાર્ડના રૂપમાં આવે છે. જેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવા લોકોને ઇશ્યૂ કરે છે જે પાન કાર્ડ માટે અરજી આપે છે. પાન કાર્ડ બની ગયા બાદ તે વ્યક્તિના બધા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન ડિપાર્ટમેન્ટના પાન કાર્ડ સાથે લિંક થઇ જાય છે. જેમાં ટેક્સ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ જેવી ઘણી ફાઇનાન્સિયલ લેવડ-દેવડ ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે.
આ નંબરના પ્રથમ 3 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ AAA થી લઇને ZZZ સુધીના કોઇ પણ લેટર હોઇ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે તે નક્કી કરવામાં આવે છે. આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે.
પાન કાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે. જેમાં
P- એકલ વ્યક્તિ
F- ફર્મ
C- કંપની
A- AOP (એસોસિએશન ઓફ પર્સન)
T- ટ્રસ્ટ
H- HUF (હિન્દૂ અવિભકત કુટુંબ)
B- BOI (બોડી ઓફ ઇન્ડિવિઝ્યુલ)
L- લોકલ
J- આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
G- ગર્વમેન્ટ માટે હોય છે.
આગળની સ્લાઇડમાં વાંચો..પાંચમો નંબર હોય છે પાન કાર્ડધારકની અટકનો પ્રથમ નંબર...
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »