♥ ચ્યુઇંગમ ♥
~ ♦ ચ્યુઇંગમની શોધ કઇ રીતે થઇ? ♦ ~
→ થોમસ આદમ્સ નામનો અમેરિકન ફોટોગ્રાફર
૧૮૭૦માં રબરની ચીજો બનાવતો હતો ત્યારે
રબરના રસનો ઉપયોગ બે ચીજોને સાંધવામાં થતો હતો. રબરની તંગી પડી એટલે થોમસ આદમ્સે રબરને બદલે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ કરવા માંડયો. તેણે એક
વૃક્ષના ચીકલમાંથી નીકળતા ગુંદરનો લોંદો બનાવ્યો પરંતુ રબરના રસને બદલે ગુંદરથી ફોટોગ્રાફીની ચીજોને સાંધવાનો પ્રયોગ નિષ્ફળ ગયો એટલે ગુંદરનો લોંદો તેના સ્ટુડીયોમાં પડી રહ્યો.
→ તે પછી થોમસ આદમ્સ જયારે પણ કામ કરીને થાકે અને કંટાળે ત્યારે પેલા ગુંદરના લોંદામાંથી કટકો લઇને મોંઢામાં નાખે અને ચગળ્યા કરે. એ
પછી આદમ્સને વિચાર આવ્યો કે, ગુંદરમાંથી થોડી મીઠાશ અને સુગંધ ઉમેરી હોય તો તેને ચગળવાની ઓર મઝા આવે. થોમસ આદમ્સે ફોટોગ્રાફીનું કામ છોડીને ગુંદરના લોંદામાં ફલેવર
ભેળવીને ચોસલા બનાવવા માંડયા.
→ તેને ઘણાં મિત્રોએ ચેતવણી આપી કે આવા તરંગીવેડા ન કરે અને મૂળ ધંધો કરે પણ ૧૮૭૨માં પહેલાં જગતની પ્રથમ ચ્યુઇંગ ગમ બજારમાં મુકાઇ અને અમેરિકાના ખેડૂતોને એટલી બધી ગમી ગઇ કે થોમસ આદમ્સે ૨૦ વર્ષમાં છ માળની ફેકટરી બનાવીને ચ્યુઇંગમ વેચવા માંડી.