ફોન નંબરની જાણ કર્યા વિના આ રીતે ચલાવો.
હાલમાં માર્કેટમાં સોશ્યલ સાઇટ્સનું ચલણ વધી રહ્યું છે અને સાથે સાથે યુવાઓમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે. ઘણીવખત યુવાઓ વોટ્સઅપનો ઉપયોગ કરતી સમયે તેમાં પોતાનો નંબર ફીડ કરે છે અને પછી તે નંબરનો મિસયુઝ થવાના કારણે હેરાન થાય છે. હવે વોટ્સઅપ એક એવી ટ્રિક લાવ્યું છે જેનાથી તમે કોઇને મેસેજ કરશો તો તમારો નંબર રીસિવર્સને ખ્યાલ આવશે નહીં. આ એક એવી ટ્રિક છે જેનાથી તમે કોઇપણ વોટ્સઅપના નંબરને મેસેજ મોકલી શકો છો, અને તમારો નંબર શો થશે નહીં. તેના માટે કોઇ એપની જરૂર રહેશે નહીંઆ કામ યુઝર્સ ખૂબ જ સરળ રીતે કરી શકે તેમ છે.
વોટ્સઅપ પર મેસેજિંગ દરમિયાન ફોન નંબર છુપાવવાનો આ સરળ ઉપાય છે. સૌ પહેલાં તમે ફોનમાંથી વોટ્સઅપને અનઇન્સ્ટોલ કરો,તેનાથી પહેલાં ફોનમાં રાખેલો ડેટાબેકઅપ લઇ લોત્યારબાદ વોટ્સઅપ કી ફ્રેસ કોફી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યા બાદ ઓળખની રીતે ફોન નંબરને બદલે ઇમેલ એડ્રેસ નાંખો. આ માટે તમારા ફોન એયરપ્લેન મોડમાં ટર્ન ઓન કરવાનો રહેશે, આમ કરવાથી મોબાઇલ ફોન કેરિયર અને વોટ્સઅપ સર્વરની વચ્ચે કમ્યુનિકેશન ડિસેબલ થશે અને ત્યારબાદ તમે એક સ્કૂફેડ નંબર જનરેટ થશે જેનાથી તમે વોટ્સઅપ યુઝરથી કનેક્ટ થઇને મેસેજિંગ કરી શકો છો. સામેના યુઝર આ સ્ફૂફેડ નંબરને જોઇ શકશે નહીં અને સાથે તમારો ઓરિજિનલ નંબર પણ સેફ રહેશે.
સૌજન્ય : દિવ્યભાસ્કર ગુજરાતી ન્યુઝપેપર, તારીખ. ૨૧.૧૨.૨૦૧૪, News Plus 56