RETIREMENT 60 THI GHATADO 58 VARSH KARVA VICHARNA
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વય પ૮ રાખવા વિચારણા
મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ઝાટકો આપવાની તેયારીમાં: પગાર અને પેન્શનના વધતા ખર્ચથી સરકાર ચિંતિત : હાલ નિવૃતિ વય ૬૦માંથી ઘટાડીને પ૮ કરવા અંગે નાણા મંત્રાલયમાં થતી સમીક્ષાઃ બજેટમાં જેટલી જાહેરાત કરશે ?
નવી દિલ્હી : સરકારી નોકરી કરનારાઓ માટે નિવૃત થવાની ઉંમર ૬૦ વર્ષથી ઘટાડીને પ૮ વર્ષ થઇ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટુંક સમયમાં જ આ અંગેની જાહેરાત કરી શકે છે. નવી-નવી યોજનાઓનું એલાન કરી દેશના લોકો તરફથી વાહ-વાહ મેળવનાર પીએમ મોદી હવે કેન્દ્રીય કર્મચારીઓને નિરાશ કરનાર ફેંસલો સંભળાવવાનું મન બનાવી ચુકયા છે. સરકાર નિવૃતિ વય ઘટાડવા ગંભીરપણે વિચાર કરી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે નવી ભરતી થનાર કર્મચારીઓને તો પ૮ વર્ષમાં જ રિટાયર્ડ કરી દેવાશે પરંતુ પહેલેથી કામ કરતા કર્મચારીઓને તો સરકાર પ૮ વર્ષની ઉંમરે નિવૃત કરતી વેળાએ તેમને બચેલા સમયનું વેતન અને વિમાનો લાભ આપવા વિચારી રહી છે. આ અંગે કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી મહત્વની જાહેરાત કરી શકે છે. પગાર અને પેન્શનના સતત વધતા ખર્ચને કારણે સરકારે નિવૃત વય ૬૦માંથી ઘટાડીને પ૮ વર્ષ કરવાનો નિર્ણય લેવાનુ નક્કી કર્યુ છે. હાલ નાણા મંત્રાલયમાં નિવૃતિ વય ઘટાડવા અંગેની સમીક્ષા થઇ રહી છે. સાતમાં વેતનપંચની ભલામણો બાદ કેન્દ્ર સરકારનો પગાર પરનો ખર્ચ ૩૩ ટકા વધી જશે. સાતમાં વેતનપંચની ભલામણો ર૦૧૬થી લાગુ થાય તેવી શકયતા છે.
દેશભરમાં કેન્દ્ર સરકારના પ૦ લાખ કર્મચારીઓ છે. ૧૯૯૮માં એનડીએ સરકારે નિવૃતિ વય બે વર્ષ વધારી દીધી હતી. અત્રે એ નોંધનીય છે કે, સરકાર ઉપર પગાર અને પેન્શનનો બોજો સતત વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓનો પગાર દર ૧૦ વર્ષે બમણો થઇ જાય છે. શું અસર થશે ?
કેન્દ્ર સરકારમાં નવી ભરતી ઉપર હાલ રોક છે. તેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને ઓફિસરો મોટી સંખ્યામાં નિવૃત થવાથી રોજગારીની તકો વધશે એટલુ જ નહિ જુના લોકો નિવૃત થવાથી અને નવા લોકો નોકરીમાં જોડાવાથી કેટલીક હદ સુધી પ્રોડકટીવીટી વધવાની શકયતા છે. સરકાર સેવામાં યુવાવર્ગને વધુ મહત્વ આપવા માંગે છે. નવુ લોહી સારૂ કામ કરી શકે તેવુ સરકારનું માનવુ છે.
ર૦૦૭-૦૮માં સરકારનું પગાર બીલ ૧.૦૯ લાખ કરોડ હતુ જે ર૦૦૮-૦૯માં વધીને રૂ.૧.૪ લાખ કરોડ થઇ ગયુ હતુ. જયારે ર૦૦૯-૧૦માં તે વધીને રૂ.૧.૭ લાખ લાખ કરોડ થયુ હતુ. ર૦૧૦-૧૧માં ૧.૮૪ લાખ કરોડ અને ર૦૧૩-૧૪માં સરકારે પગાર માટે રૂ.ર.પ૪ લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. રેલ્વે, સંરક્ષણ, ગૃહ, પોસ્ટ અને રેવન્યુ એકાઉન્ટન્ટમાં સૌથી વધુ કર્મચારીઓ છે. સરકાર મુળ પગારમાં પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય પણ ૭માં વેતન પંચમાં લેશે.
સરકારનો ર૦૧૩-૧૪માં પેન્શન ઉપરનો ખર્ચ રૂ.૭૪૦૭૬ કરોડ થયો હતો. જયારે ચાલુ વર્ષમાં તે રૂ.૮૧૯૮૩ કરોડ થવાની શકયતા છે.
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »