અનેકવાર એવું બને છે કે તમે બીઝી હોવ છો અને તમરો ફોન ક્યાંક હોય છે.એવામાં જો તમારા ફોન પર સતત વ્હોટ્સ એપના મેસેજ આવી રહ્યા હોય અને તમે તેને વાંચી ન શકતા હોવ તો હવે વ્હોટ્સ એપનું આ નવું 'Call via Skype' and 'Driving mode' ફીચર તમને મદદ કરી શકે છે. આ ફીચરની મદદથી તમારે મેસેજ વાંચવા જવાની જરૂર રહેશે નહીં. વોટ્સઅપ જાતે જ મેસેજને વાંચીને સંભળાવશે.
વોટ્સઅપ જલ્દી એક નવું ફીચર ડ્રાઇવિંગ મોડ લઇને આવી રહ્યું છે. એક અંગ્રેજી સાઇટ મેકટેકબ્લોગના કહેવા પ્રમાણે વોટ્સઅપ હવે નવા ફીચરને લોન્ચ કરશે, તેમાં ડ્રાઇવિંગ મોડ મુખ્ય છે. હાલમાં આ ફીચરને વિશે વધારે જાણકારી નથી,પરંતુ કહેવામા આવી રહ્યું છે કે ડ્રાઇવિંગ મોડ ઇનેબલ કરવાથી વોટ્સઅપ જાતે તમને મેસેજ વાંચીને સંભળાવશે.
2014માં આ ખબર ચર્ચામાં હતી કે વોટ્સઅપ વોઇસ કોલની સુવિધા લોન્ચ થવાની છે. વોટ્સઅપના સીઇઓએ એ વાતની જાહેરાત કરી હતી કે 2015માં વોઇસ કોલિંગ શરૂ થવાનું છે. વોટ્સઅપ પોતાના વોઇસ કોલ ફીચરમાં કોલ વાયા સ્કાઇપ લાવવા પર કામ કરી રહ્યું છે. તેના કેટલાક કોડ પણ લીક કરવામા આવ્યા છે. આ ફીચરની સાથે સ્કાઇપની મદદથી ડાયરેક્ટ કોલ કરવાની સુવિધા મળે છે.
વોટ્સઅપના વોઇસ કોલિંગ ફીચરમાં આ ઓપ્શન હશે, કોલ મ્યુટ, કોલ હોલ્ડ, કોલ બેક, કોલ મી ઇન...મીનિટ, કોલ બેક મેસેજ, કોલ વાયા સ્કાઇપ, કોલ નોટિફિકેશન્સ, સેપરેટ સ્ક્રીન ફોર કોલ લોગ્સ.
વોટ્સઅપના વોઇસ કોલિંગ ફીચર આઇફોન, એન્ડ્રોઇડ, વિન્ડોઝ ફોન પર આ વર્ષે લોન્ચ કરવામાં આવશે, શક્ય છે કે કોલ વાયા સ્વાઇપ વોઇસ કોલની સાથે રિલિઝ ના કરવું અને પછી અલગથી રીલિઝ કરાય.