4 ફેબ્રુઆરી એટલે ફેસ્બૂકનો જન્મદિવસ. ત્યારે આપણામાંથી અનેક યુઝર્સ તેનો ઉપયોગ કરવા બદલ આનંદનો અનુભવ કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને ફેસ્બૂકના સંશોધક માર્ક ઝકરબર્ગ નો આભાર માની રહ્યા છે. પોતાના મિત્રો અને સ્નેહીઓ સાથે કનેક્ટ રહેવા માટે આ એક સારું એપ છે. દિવસ હોય કે રાત તમે ફેસ્બૂકમાં તમારા કોઈને કોઈ મિત્ર ને મેળવી જ લો છો. હાલમાં યુઝર્સ એટલા ગેજેટ ફ્રેન્ડલી થઈ ગયા છે કે તેઓ ગમે તે સમયે ગમે ત્યાં ફેસબુક વાપરી લેતા હોય છે.
ખાસ કરીને તેની સેટિંગ્સ અને અન્ય ફીચર ફોન કરતાં ડેસ્કટોપમાં થોડા અલગ હોય છે. સાથે મોબાઇલમાં તેની જગ્યા પણ બદલાઇ જાય છે. અહીં આપને એન્ડ્રોઇડ ફોનમાં ફેસબુકને યુઝ કરવાને માટેની કેટલીક સિમ્પલ ટિપ્સ આપવામાં આવી છે જેતમને મદદ કરી શકે છે.
ફેસબુક કેલેન્ડરને ગૂગલ કેલેન્ડરની સાથે જોડો
જો તમે ફેસબુકની ઇવેન્ટને માટે સાઇન અપ કરી ચૂક્યા છો તો પોતાના ફ્રેન્ડસના બર્થડેને ટ્રેક કરવા ઇચ્છો છો તો આ ટ્રિક કામમાં આવી શકે છે. તેની મદદથી તમે ફેસબુક અને ગૂગલ કેલેન્ડરને જોડી શકો છો. આ માટે ફેસબુકમાં લોગઇન કરીને ઇવેન્ટ લિન્કપર ક્લિક કરો. અહીં અપકમિંગ ઇવેન્ટ્સ અને બર્થડે નામથી એક લિન્ક દેખાશે. તેની પર રાઇટ ક્લિક કરતા કોપી લિન્ક લોકેશન કરો. ત્યારબાદ ગૂગલ કેલેન્ડર ખોલો. પછી ડાબી બાજુની કોલમમાં ફાઇન્ડ અધર કેલેન્ડર દેખાશે ત્યાં ડાઉન એરોપર ક્લિક કરો અને એડ બાઇ યુઆરએલ પર ક્લિક કરો અને કોપી કરેલું ફેસબુક કેલેન્ડર પેસ્ટ કરો. એજ કેલેન્ડર પર ક્લિક કરો.
ફેસબુક ખોલ્યા વિના આ રીતે કરો ડેસ્કટોપ ફેસબુક ચેટ
ફેસબુક મેસેન્જરની જેમ ડેસ્કટોપ પર ફેસબુક ચેટિંગ બોક્સ ખોલીને ચેટિંગ કરી શકાય છે. તેના માટે તમારે આઇએમ ક્લાયન્ટની જરૂર પડશે. જે જબ્બર/એક્સએમપીપીમેસેજિંગને સપોર્ટ કરતા હોય. તેનામાં આઇચેટ,પિડજિન અને એડિઅમ કામ કરી શકાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે એક પ્રોગ્રામને પસંદ કરો અને એકાઉન્ટ ઓપ્શન ઓપન કરો, પછી મેનેજ પર ક્લિક કરો અને નવું એકાઉન્ટ બનાવો. જો તમે પિડજિ અથવા આઇચેટ યુઝ કરી રહ્યા હોવ તો જબ્બર/એક્સએમપીપીમાં એક એકાઉન્ટને સિલેક્ટ કરી લો. જો એડિઅમ યુઝ કરો છો તો સીધા ફેસબુકને સિલેક્ટ કરો. અહીં પ્રોફાઇલ આઇડી અને પાસવર્ડ નાંખો. ત્યારબાદ આઇડી મેળવવા માટે ફેસબુક પેજ ખોલો અને ઉપર દેખાનારા હોમ બટન પર ક્લિક કરો. વેબ એડ્રેસ પર જુઓ અને અહીંwww.facebook.com પછી આવનારી આઇડીને આપ તેને માટે યુઝ કરી શકો છો.
પ્રોફાઇલ પિક્ચર અને કવર ફોટોને કરો કમ્બાઇન
તમે જોયુ હશે કે અનેક ફેસબુક પેજ પર કવર ફોટો અને પ્રોફાઇલ પિક્ચરને એકસાથે જોઇ શકાય છે, આવું કરવામાકેટલાક ગ્રાફિક્સ મદદ કરી શકે છે. એવી ટ્રિક્સ આઉટલાઇન વેબ ટૂલની મદદથી કરી શકાય છે. આ ટૂલની મદદથી તમે તમારા કવર ફોટો અને પ્રોફાઇલ પિક્ચરનું કોમ્બો બનાવીને તેને મૂકી શકો છો.
પોતાના નામ ઓનલાઇન સ્ટેટસથી છુપાવવા
ફેસબુકના ચેટ મેસેજથી જો વગર કામના કોઇ મેસેજ વારંવાર આવતા હોય તો તમે પોતાને હાઇડ શો કરી શકો છો. ત્યારબાદ તે સમજશે કે તમે ફેસબુક પર ઓન નથી. તેના માટે તમારે જે ફ્રેન્ડથી પોતાને હાઇડ કરવા હોય તેનું ચેટ બોક્સ ખોલો,ચેટબોક્સ પર બ્લૂ લીટીમાં સેટિંગ્સના આઇકોન પર ક્લિક કરો અને તેમાં દેખાતા 'ટર્ન ઓફ ચેટ ફોર'પર ક્લિક કરો. બસ થઇ જશે તમારું કામ.
છુપાયેલા અને ન વંચાયેલા મેસેજને આ રીતે શોધો
ક્યારેક ક્યારેક ફેસબુક અનમ્યુચ્યુઅલ ફ્રેન્જસને મેસેજને ઓટોમેટિક ફિલ્ટર કરીને અંદર ફોલ્ડરમાં નાંખી દે છે. તેને શોધવામાં મુશ્કેલી આવતી હોય છે. તેને સરળતાથી શોધી શકાય છે. તેને મેસેજને શોધવા માટે તમને પેજ પર દેખાતી વર્ડ બબલ આઇકન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ આ ઇનબોક્સ પર કિલ્ક કરો અને દરેક હાઇડ મેસેજ જાતે જ તમારી સામે આવી જશે.
પોતાની ભાષાને બનાવો મજેદાર
ફેસબુક પર ફંકી અને બિન્દાસ અંદાજની ભાષામાં વાત કરવા માટે આ કામનું ફીચર છે. તેના માટે ફેસબુક પેજ પર દેખાનારા ત્રિભુજાકાર પર ક્લિક કરો અને પછી તેના સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો. ફરી એડિટ બટન પર ક્લિક કરો, આ બાદ ઇંગ્લિશપિરાઇટ ઓપ્શનને નેવિગેટ કરો. અને જુઓ બદલાયેલી ભાષાનો કમાલ.
નોટિફિકેશન્સની અવાજને કરો સાઇલન્ટ
જ્યારે તમારા ફેસબુક પર કોઇ પોસ્ટ શેર થાય છે તો નોટિફિકેશન સાઉન્ડ આવે છે. તેને તમે બંધ પણ કરી શકો છો. તેના પહેલા ફેસબુક પેજ પર દેખાતા સેટિંગ્સ લિન્કમાં જાઓ અને તેના પર ક્લિક કરો. તેમાં ડાબી બાજુ દેખાતા નોટિફિકેશન ઓપ્શનને સિલેક્ટ કરો. અહીં આપને ઓન ફેસબુક અને પાસે વ્યૂ દેખાશે, આ વ્યૂ પર પ્લે એન્ડ સાઇન્ડને અનચેક કરો અને સેવ ચેન્જીસ કરી દો.
ટ્રેકિંગથી આ રીતે બચો
કદાચ તમને ખબર નહીં હોય પણ ફેસબુક પર તમે શુ કરો છો તે દરેક વાતની જાણકારી ફેસબુક રાખે છે. તેની મદદથી તમારાડેટાને અન્ય સાથે શેર કરીને તે કમાણી પણ કરે છે. આ કારણે તમારી પ્રાઇવસી તૂટે છે. જો તમારે તેનાથી બચવું હોય તો તેમાં ફાયરફોક્સ અને ક્રોમને મ