BlogThis!
Share to Twitter
Share to Facebook
Share to Pinterest
બી.એલ.ઓ.ની કામગીરી
બી.એલ.ઓ.ની કામગીરી
ચુંટણીપંચ દ્વારા હાઇકોર્ટમાં બીએલઓને અાપવાની સવલતો બાબતે સોગંદનામુ કરવામાં આવ્યુ છે.
૧) બી.એલ.ઓ.ની કામગીરી રોટેશન પધ્ધતિથી દર ત્રણવર્ષે બદલવામાં આવશે.
(ર) બી.એલ.ઓ. તરીકેની નિમણુંક કર્મચારી જે ભાગના મતદાર હોય તે જ ભાગમાં કરવી.
(૩) બી.એલ.ઓ.ની કામગીરી તમામ કેડરના (વિભાગ) કર્મચારીઓને ફાળવવી
(૪) બી.એલ.ઓ. કર્મચારીની નિવૃતિને બે વર્ષ બાકી હોય તે સમયથી મુકત કરવા.(પ) બી.એલ.ઓ. ઓનું મહેનતાણું રૂ. ૩૦૦૦/- થી સુધારીને રૂ. પ૦૦૦/- કરવામાં આવેલ છે.
(૬) બી.એલ.ઓ. તરીકે મહિલા કર્મચારીની નિમણુંક અનિવાર્ય સંજોગોમાં જ કરવી. જયાં સુધી પુરૂષ કર્મચારી ઉપલબ્ધ હોય ત્યાં સુધી મહિલા કર્મચારીની બી.એલ.ઓ.તરીકે નિમણુંક કરવી નહી.
(૭) કોઇપણ સંજોગોમાં સંવેદનશીલ બુથ ધરાવતા વિસ્તારમાં મહિલા કર્મચારીની નિમણુંક કરવી નહીં.
(૮) બી.એલ.ઓ. તરીકે ફરજ પર કે મીટીંગમાં હાજર ન રહી શકેલ હોય તો તેમની વાજબી રજુઆત સાંભળ્યા વિના નોટીસ / વોરંટ / પોલીસ કેસ/આર.પી.એકટ હેઠળ પગલા ભરવાની ચેતવણી આપવી નહીં. (
૯) બી.એલ.ઓ. તરીકે નિમણુંક પામેલા શિક્ષકોને શૈક્ષણિક સમય દરમિયાન મીટીંગમાં સ્ટેશનરી લેવા કે ચૂંટણી સંબંધી અન્ય કામ માટે બોલાવવા નહિં.
(૧૦) બી.એલ.ઓ. રજાના દિવસે ફરજ બજાવવા બદલ મળવા પાત્ર વળતર રજા આપવી.
(૧૧) બી.એલ.ઓ.ની વ્યાજબી માંગણીઓ/રજુઆતો તેમને પડતી મુશ્કેલીઓ સહાનુભૂતિ પૂર્વક સાંભળવી, યોગ્ય વ્યવસ્થા કરવી