Current affairs 53 સામાન્ય જ્ઞાન તા.13/4/15
1) ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડનાં ચેરમેન એલ.ચૂંગા છે.
2) સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 મેગાવોટનો નર્મદા કેનાલ હેડ સોલર પાવર પ્રોજેક્ટ અમલી બન્યો છે, જે સારી રીતે કાર્ય કરે છે.
3) ગુજરાતમાં 10 વર્ષ પહેલા જ્યોતિગ્રામ પ્રોજેક્ટ સફળ થયો. તે પ્રોજેક્ટ હવે દેશમાં દિન દયાળ જ્યોતિગ્રામ યોજનાનાં નામે રજૂ કરાશે. જેમા 20 હજાર ગામને આવરી લેવાશે.
4) વડોદરામાં ₹ 100 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 મેગાવોટનો ટોપ કેનાલ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન યુનોનાં મહામંત્રી બાનકી મુને જાન્યુઆરી 15 માં કરેલુ.
5) હાલમાં વડાપ્રધાને જૈતાપુર અણુકરાર ફ્રાન્સ સાથે કરેલ છે, તે પ્લાન્ટ મહારાષ્ટ્રમાં આકાર લેશે.
6) વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની "એરબસ" નાં સી.ઇ.ઓ. ટોમ એન્ડર્સ છે.
7) ₹ 700 કરોડનાં ખર્ચે 36 ફાઇટર જેટ ફ્રાન્સ પાસેથી ખરીદવાનાં આગળ થયેલ કરારમાં ગુંચ પડી હતી તે ઉકેલવામાં વડાપ્રધાન સફળ.
8) ભારતનાં સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કહ્યુ કે આગામી 2 વર્ષમાં રફાલ ફાઇટર જેટ આપણી વાયુસેનામાં સામેલ થશે.
9) ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે છે.
10) ફ્રાન્સનાં વિદેશમંત્રી લૌરેન્ટ ફાબિયાસ છે.
11) ભારતીય મહિલા ખેલાડી અપૂર્વી ચંદેલાએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્જ મેડલ મેળવ્યો.
12) આગામી વર્ષે રિયો ઓલિમ્પિક માટે ક્વાલિફાય જીતુરાય બાદ બીજા અપૂર્વી ચંદેલા થયા.
13) અમેરિકાનાં માર્ટિના હિન્ગીસ સાથે મળીને ફેમીલી કપ જીતતા સાનિયા મિર્ઝા, તેઓ મહિલાઓની ડબલ્સમાં વિશ્વમાં નંબર વનનાં સ્થાને પહોંચ્યા છે.
14) વિમેન ટેનિસ એસોસિયેશન સંચાલિત વિશ્વ રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર ભારતનાં એકમાત્ર પ્લેયર સાનિયા મિર્ઝા.
15) અમેરિકાની સાંસદમાં ચૂંટાઇ આવનાર પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબોર્ડે છે.
- પરેશ ચાવડા.
Current Affairs 51 સામાન્ય જ્ઞાન તા. 12/4/15
1) ચીનની બાળકી કિયાન હોગયાને કૃત્રિમ પગ હોવા છતા તે બાસ્કેટબોલની રમત સારી રમી શકે છે, ચીનમાં તેને બાસ્કેટબોલ ગર્લનાં નામથી ઓળખવામાં આવે છે.
2) પ.બંગાળનાં કુચ બિહાર જિલ્લામાં સુબલ બર્મન નામના વ્યકિતને કપડાની એલર્જીને કારણે 43 વર્ષથી તે નગ્ન અવસ્થામાં જીવે છે.
3) ગુજરાત કૉ ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જી.સી.એમ.એમ.એફ) નાં મેનેજિંગ ડિરેકટર આર.એસ. સોઢી છે.
4) ભારતનાં હાલના મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપત છે.
5) GETCO નું પુરૂનામ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કૉર્પોરેશન છે.
6) હાલ ભારતનાં માહિતી કમિશનર એમ.શ્રીધર અચારયુલુ છે.
7) માહિતી કમિશનર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં માહિતી અધિકાર લાગુ કરવા કેન્દ્ર અને રાજ્યોને આદેશ અપાયા.
8) હરભજનની આજ સુધીમાં ચાર ક્રિકેટ એકેડેમી ચાલતી હતી, ત્યારે તેણે એક નવી એકેડેમી કોલકાતા ખાતે શરૂ કરેલ છે.
9) ઓસ્ટ્રેલિયાનાં કલાસિકલ કોમેન્ટેટર, કેપ્ટન રિચી બેનોનું કેન્સરના કારણે અવસાન થયું છે.
10) કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ સાઉથર્નનાં સંશોધકોએ માથામાં પડેલી ટાલ પર વાળ ઉગાડી શકાય તેવી ટેકનિક શોધ્યાનો દાવો.
11) આકાશગંગામાં પૃથ્વી જેવા 200 અબજ ગ્રહ આવેલા છે, એવો નાસા સંસ્થાનો દાવો.
12) પૃથ્વી સિવાયનાં ગ્રહ પર જીવન હોવાની સંભાવના વ્યકત કરતા નાસાનાં ડૉં એલન.
13) ઇ.સ.1912 માં ડુબેલા ટાઇટેનિકનાં દરિયામાં તરતા ભંગાર માંથી ડેકચેર મળી આવી, તેની 18 એપ્રિલે હરરાજી કરવામાં આવશે.
14) ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં અભિનયની શરૂઆત કયનાર અભિનેત્રી સ્વસ્તિકા મુખરજી બંગાળી છે.
- પરેશ ચાવડા.