તબીબોની ટીમે એક નવી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેના દ્વારા હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણી શકાશે. ભવિષ્યમાં હૃદયની કોઈ તકલીફ થશે કે નહીં અથવા તો અન્ય કોઈ જોખમની જાણકારી અથવા તો હૃદયની સ્વસ્થતા માટે કોઈ ભલામણ આ એપ્લિકેશન કરશે.
આ મોબાઈલ એપ્લિકેશનનું નામ 'હાર્ટ હેલ્થ મીટર (એચએચએમ એપ) છે. આ એપ મલ્ટીડિસિપ્લીનરી કાર્ડિયાક કેર ક્લિનીક્સ અને હોસ્પિટલ્સની સંસ્થા માધવબાગના તબીબો અને આઈટી નિષ્ણાતોની ટીમે સંસ્થાની ૫૦મી વર્ષગાંઠ નીમિત્તે લોન્ચ કરી હતી.
આ એપ અંગે જણાવતાં વૈદ્ય સાને ટ્રસ્ટના એમડી અને ટ્રસ્ટી રોહિત સાનેએ કહ્યું હતું કે 'એચએચએમ એપ' દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણી શકશે. તેમણે કહ્યું હતું કે જેમ વય વધે છે તેમ તેમ ડાયાબિટીસ, વજન વધવું, ધુમ્રપાન, હાઈ બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલનું સ્તર આપણી રક્તવાહિનીઓ અને હૃદયને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.
નવી એપ 'હાર્ટ હેલ્થ મીટર' હૃદય પરના આ જોખમનું પ્રમાણ શોધી કાઢે છે એ તમને આ જોખમ કઈ રીતે ઓછું કરવું તેની ભલામણ અને સલાહ આપે છે. તેમણે કહ્યું હતું કે આવા જોખમી પરિબળો અંગે જો વહેલાસર સારવાર લેવામાં આવે તો હાર્ટ એટેકની સ્થિતિથી દૂર રહેવાની શક્યતાઓ વધી શકે છે. એચએચએમ ડાઉનલોડ કરવી અને તેમાં હૃદયની સ્થિતિ જાણવી એ સરળ છે.
હાલ આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર નિ:શૂલ્ક ઉપલબ્ધ છે અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમથી તે ચાલે છે. ટૂંક સમયમાં વિન્ડોઝ અને આઈઓએસ પ્લેટફોર્મ માટે પણ આ એપ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
DOWNLOAD APP CLICK HERE