આપણા માટે ફોન ચાર્જ કરવું હવે રૂટિન લાઈફનો હિસ્સો જ બની ગયું છે. આપણે તેને કરીએ જરૂર છીએ, પરંતુ ફોન ચાર્જિંગ અંગે આપ એ છ વાતો નહીં જાણતા હો જેની મદદથી આપ ઈમરજન્સી પાવર માટે ટ્રિક્સ અને ટાઈમ ઓપ્ટિમાઈઝ કરવાની ટ્રિક શીખી શકો છો.
( ૧ ) કોઈ પણ ડિવાઈસને ચાર્જ કરવા માટે આપને થોડી-ઘણી વીજળીની જરૂર પડે છે. પરંતુ શું આપ જાણો છો કે આપ તડકાથી પણ ફોનને ચાર્જ કરી શકો છો? જી હા, સોલાર એનર્જીથી આપ આપના ફોનને મફત ચાર્જ કરી શકો છો. ઈન-બિલ્ટ સોલા ચાર્જર્સ વાળા બેકપેક પણ મળે છે. જોકે, તેની કમી એ છે કે સંપૂર્ણ ચાર્જિંગ માટે સોલાર સેલ્સને સીધા તડકા નીચે રાખવા પડે છે. જો તમારા માટે તે સંભવ ન હોય તો તમે હેન્ડ-ક્રેક ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. તેમાં એક સિંપલ ડાયનેમોનોનો ઉપયોગ થાય છે ને તેને સીધો તમારા ફોનના માઈક્રોયુએસબી પોર્ટથી અટેચ થઈ જાય છે. જ્યાં સુધી તમે હેંડ ક્રેક કરતા રહેશો ત્યાં સુધી ફોન ચાર્જ થતો રહેશે.
( ૨ ) ફોન્સ દિવસેને દિવસે સ્માર્ટ થઈ રહ્યા છે, પરંતુ બેટરીની ટેક્નોલોજી હજુ પાછળ છે. માટે સૌથી સરળ રસ્તો એ છે કે વધારે ક્ષમતા ધરાવતી બેટરી વાળો ફોન ખરીદો. લાવા, માઈક્રોમેક્સ અને જિયોની જેવા સ્માર્ટફોન મેકર્સ આઈરિસ, જૂસ અને મેરેથોન સીરિઝ સાથે બેટરીને નવા જ સ્તરે લઈ ગયા છે. તેમાં વધુ બેકઅપ માટે મોટી બેટરી તો છે જ. પરંતુ તેની સાથે એક્સ્ટ્રા પાવરનો ઉપયોગ બીજા ફોનને ચાર્જ કરવા પણ થઈ શકે છે. બીજો ફોન ચાર્જ કરવા માટે તમારે યુએસબી હોસ્ટ એડેપ્ટર અને એક માઈક્રો યુએસબી કેબલની જરૂર પડશે.
( ૩ ) એપલના લાઈટનિંગ કનેક્ટરમાં તમે નકલી કે અનઓર્થોરાઈઝ્ડ કેબલનો ઉપયોગ નથી કરી શકતા. તેનાથી તમારો ફોન કાંતો ચાર્જ નહીં થાય અથવા ખૂબ ધીમે ચાર્જ થશે. તમામ થર્ડ પાર્ટી કેબલ્સનું એપલ દ્વારા સર્ટિફાય હોવું જરૂરી છે, નહીંતર તે કામ નહીં કરે. માઈક્રોયુએસબી સાથે કોઈ કેબલની ક્વોલિટી અને તેની જાડાઈ પણ તમારા ફોનની ચાર્જિંગ સ્પીડ પર અસર કરે છે. સસ્તા કેબલમાં ગેજ પાતળો હોય છે અને કરંટ ૦.૫Ampsથી ઓછો હોય છે. પછી ભલે તમારૂં ચાર્જર ૨Amps પાવર કેમ ન આપતું હોય.
( ૪ ) કેટલાક લોકોને ૬ ડિવાઈસ સાથે ચાર્જ કરવાની જરૂર પડે છે. એક ફોન, ઈ-રીડર, બેટરી પેક, ટેબલેટ, પોર્ટેબલ ગેમિંગ કંટ્રોલ અને મ્યુઝિક પ્લેયર. તેવામાં વૉલ સોકેટ્સ પૂરો સપ્લાય નથી આપી શકતા. આપ એક ૬ પોર્ટ વાળું યુએસબી ચાર્જર ૭૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લઈ શકો છો અને તમારા ડિવાઈસને ચાર્જ કરી શકો છો. ચાર્જિંગ સ્ટેશન માત્ર ૧ Amp પાવર જ સપ્લાય કરે છે. એઠલે કે જો ડિવાઈસીઝને આખી રાત ચાર્જર પર લગાવી રાખવી પડશે. કેબલ્સ પણ પોતાના જ યૂઝ કરવા પડશે.
( ૫ ) કેટલાક કાર ચાર્જર ફોન ચાર્જ કરવા પૂરતા નથી હોતા. તે માત્ર એટલો પાવર આપી શકે છે કે નેવિગેટ કરતી વખતે તમારો ફોન ઓફ ન થઈ જાય. જો તમે તમારો ફોન કારના ૧૨ વોલ્ટેજના સોકેટમાં ચાર્જ કરવા ચાહતા હો તો 2AMP USB પોર્ટ વાળું ચાર્જર શોધો. તેનાથી તમારો ફોન જલ્દી ચાર્જ થશે અને ટેબલેટ્સ માટે પણ કામ કરશે.
( ૬ ) જ્યારે તમારે ફોનની સૌથી વધુ જરૂર હોય તે વખતે જ બેટરી ખતમ થઈ જાય અને તમારી પાસે ચાર્જર કે પોર્ટેબલ બેટરી ન દેખાય તો? તમારે કોઈ બીજાની મદદથી ફોન ચાર્જ કરવો પડશે અથવા તમારૂં લોકેશન બતાવવું પડશે. પરંતુ તમે એક વસ્તુ કરી શકો છો. તમારે કોઈ નજીકની દુકાનેથી ૯ વોલ્ટ વાળી બેટરી ખરીદી પોતાની મુશ્કેલી દૂર કરી શકો છો. તેના માટે હવે એક નાનકડું ચાર્જર પણ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. જૂન ૨૦૧૫ બાદ તમે ૨૦ ડોલરમાં તેને ભારતમાં મગાવી શકો છો.